Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રહિયાદ ચોકડી પાસે યુવાનને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી જાનથી મારવાની ધમકી

Share

ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલા વેંગણી ગામે રહેતો પ્રિતેશ અશોક પરમાર દહેજ નજીક આવેલાં સુવા ગામની ટેકનીપ એનર્જીસ કંપનીમાં આઠ મહિનાથી એચઆર વિભાગમાં નોકરી કરે છે. નોકરી પરથી છુટ્યા બાદ તે રહિયાદ ગામે ધો. 9થી 12ના છાત્રોનું ટ્યુશન પણ ચલાવે છે. દરમિયાનમાં ગત મંગળવારે સાંજના સમયે તે નોકરીએથી રહિયાદ ગામે ગયો હતો. ત્યારે ટ્યુશન પુરુ કરી રહિયાદ ચોકડીએ આવતાં ત્યાં તે નાસ્તો પાર્સલ કરાવતો હતો. ત્યારે તેના જ ગામના પ્રકાશ માનસંગ ગોહિલ, મનિષ્ ગુલાભાઇ ગોહિલ તેમજ યોગેશ અમરસંગ ગોહિલ પણ ત્યાં નાસ્તો કરતાં હોઇ તેમણે તેને જોઇને તમે કઇ કંપનીમાં નોકરી કરો છો તેમ પુછતાં તેમણે તેમની કંપનીનું નામ આપ્યું હતું. અરસામાં તે પૈકીના પ્રકાશે અચાનક તને વેંગણી ગામના ધર્મેન્દ્રએ નોકરી પર લગાવ્યો છે તેમ કહી તેને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી તમે બીજા લોકોનું ચાટીને જ આગળ આવ્યાં છો તેમ કહીં અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. જેથી તેણે તેમને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં તેઓએ તેને તારાથી થાય તે કરી લે, વધારે બોલીશ તો જાનથી મારીનાંખીશું તેવી ધાકધમકીઓ આપી હતી. ઘટનાને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપારડી મુકામે મા કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં સરભાણ ગામ ખાતે શંકાસ્પદ હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ફુરજા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!