Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યાને લઈ વીજ કંપનીએ સ્થાનિકોનો હોબાળો : કોંગ્રેસના કાઉન્સિલર સહિત રહિશોએ વીજ કંપનીનો ધેરાવો કરતાં અધિકારીઓમાં દોડધામ

Share

 

શહેરના મુંડા ફળિયા, સિઁધીવાડ, ખાટકીવાડ, ડભોઈયાવાડ, ડબીપુરા સહિતના વિસ્તારમાં સમસ્યા વિકટ

Advertisement

। ભરૂચ ।

ભરૂચ શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાંય સમયથી વીજ સમસ્યા સર્જાવાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે સ્થાનિકો દ્વારા ભુતકાળમાં અનેકવાર વીજ કંપનીમાં ફરિયાદો કરી છે.જોકે, સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ આવી નથી. શહેરના મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, સિંધીવાડ, ડબીપુરા સહિતની સોસાયટી વિસ્તારોમાં રહેતાં લોકો વીજ વિક્ષેપની વારંવારની સ્થિતીથી ત્રસ્ત થઈ ગુરુવારે શહેરના પાંચબત્તી સ્થિત વીજ કંપનીની કચેરીએ ધામા નાંખ્યાં હતાં. લોકોએ વીજ કંપનીનો હુરિયો બોલાવી સુત્રોચ્ચાર કર્યા હતાં.

સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજળી ડૂલ થવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વિસ્તારમાં વધના વીજ લોડને પહોંચી વળવા માટે નવી ડીપી મુકવાની જરૂરિયાત હોવા છતાં વીજ વિભાગ દ્વારા તે અંગે જરૂરી પગલાં ભરી રહી નથી. જેથી લોકોમાં ભારે અસંતોષ ફાટી નિકળ્યો છે. સ્થાનિક રહિશો તેમજ કોર્પોરેટરોએ વીજ કંપનીને ઘેરી લઈ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

લોકોના વિરોધને લઈને સ્થિતી વણસે તેવી શક્યતાઓ ઉભી થતાં વીજ કંપનીએ પોલીસને બોલાવી લેતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો. સ્થાનિકોની રજૂઆતોને લઈને વીજ અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે, વીજ સમાસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવમાં આવશે. તેમજ નવી ડીપી લગાવવાની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.

વિરોપ કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સિલર સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સળ્યુ, ઝાકીર કુરેશી, આસીફ સિતપોણીયા સહીતના આગેવાનો પણ જોડાયાં હતાં. તેમજ વીજળી આપો. જનતાને રાહત આપોના નારા લગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


Share

Related posts

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજા હાથતાળી આપતા ખેડુતોનાં માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!