Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં પેરોલ પર છુટયા બાદ નાસતા ફરતા બે પાકા કામના કેદી ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયાના બે પાકા કામના કેદી પેરોલ પર છુટયા હતા. બાદમાં હાજર થવાની તારીખે હાજર થવાના બદલે નાસતા ફરતા હતા.ઝઘડીયા પોલીસે આ કેદીઓને ઝડપીને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતો અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવા તથા હનુમાન ફળિયામાં રહેતો અશોક ભીખાભાઈ વસાવા બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બંને ઇસમોને આજીવન કેદની સજા થઈ હતી. જે પૈકી અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવાને ગત તા. ૫.૬.૨૦ ના રોજ ૧૪ દિવસ માટે ફલો રજા પર મુક્ત કરેલ હતો અને આ પાકા કામના કેદીએ તા. ૧૬.૭.૨૦ના રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનું હતું તથા અશોક ભીખાભાઈ વસાવાને કોરોના મહામારીના કારણે ગત તા. ૭.૪.૨૦ થી ૬.૭.૨૦ સુધી તેની રજામાં વધારો થયેલ હતો. ઝઘડિયાના આ બંને કેદી અજય ઉર્ફે ગજો અશ્વિન વસાવા તથા અશોક ભીખાભાઈ વસાવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તેમણે હાજર થવાની તારીખે હાજર નહિ થતાં મધ્યસ્થ જેલનાં અંડર ટ્રાયલ જેલર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસે પી.આઇ.વસાવાના માર્ગદર્શન હેઠળ ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલ બંને પાકા કામના કેદીઓની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને તેઓને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

જાહેરમાં તલવાર લહેરાવી દહેશત ફેલાવનાર શખ્સ ઝડપાયો : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં બી-ડિવિઝન પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ProudOfGujarat

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

સુરતના અમરોલીમાં કારખાનામાંથી લેડીઝ ડ્રેસ મટીરીયલ સહિતના 2.43 લાખના મુદ્દામાલની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!