Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલીના પી.એસ.આઇ સરવૈયાએ એક મહિલા અને બાળકને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બચાવ્યા.

Share

રાજયના અનેક જિલ્લામાં અનરાધાર મેહ વરસી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી નગર સહિતના વિસ્તારમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બોડેલી નગરમાં પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ એ જ અરસામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસના બોડેલી ખાતે ફરજ બજાવતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયાએ સમયસૂચકતા વાપરી કેડસમા ધસમસતા પાણીના પ્રવાહની પરવા કર્યા વગર પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની માવનતાભરી કામગીરી શરૂ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુખ્યમથક બોડેલીમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બોડેલી નગરના નિચાણવાળા વિસ્તારમાં દિવાન ફળીયા, રઝાનગર અને વર્ધમાનનગર જેવા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. ભારે વરસાદને ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે લોકોની હાલત દયનીય થઇ ગઇ હતી. બોડેલી નગરમાં સર્જાયેલી પુર જેવી પરિસ્થિતિ ઉદ્દભવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાંબાઝ પોલીસ ઇન્સ્પેકરટ એ.એસ.સરવૈયા, તેમની ટીમ અને સ્થાનિક તરવૈયા સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતરી પોતાના જીવની પરવા કર્યા વગર ફસાયેલા લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરીમાં જોતરાઇ ગયા હતા. પી.એસ.આઇ સરવૈયાએ બોડેલીના દિવાનનગર ફળિયા બાજુમાં આવેલા વર્ધમાન નગરમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકો માટે દેવદુત બનીને આવ્યા હતા. તેમણે કેડસમા પાણીમાં પોતાના જીવની બાજી લગાવી લઇ લોકોને પોતાના ખભે બેસાડીને બહાર કાઢયા હતા.

પી.એસ.આઇ સરવૈયાએ વર્ધમાન નગરમાં બચાવ કામગીરી કરી રહ્યા હતા તે સમયે તેમણે એક બાળકને ઉંચકીને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યું હતું તેમજ એક મહિલાને પોતાના ખભે બેસાડી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ સિવાય પણ તેમણે અને તેમની ટીમે ઘણા લોકોની જરૂરી મદદ કરી બહાર કાઢીને સલામત જગ્યાએ ખસેડયા હતા. છોટાઉદેપુર જિલ્લાના આ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી પ્રસંશનીય કામગીરીનો વિડીયો વાયરલ થતાંની સાથે જ લોકોમાં પી.એસ.આઇ એ.એસ.સરવૈયા અને તેમની માટે આદરભાવ જોવા મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કરેલી માનવતાભરી ઉમદા કામગીરી ચોતરફથી પ્રસંશા પ્રાપ્ત થઇ રહી છે જેનાથી છોટાઉદેપુર પોલીસ વિભાગમાં ગર્વની લાગણી ફરી વળેલી જોવા મળે છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

વડોદરા : યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાશાળામાં રૂ. 7 લાખનું અનુદાન કર્યું.

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા ખાતે સરસ્વતી વિધ્યામંદિર શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો બીજી તરફ જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!