Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાશાળામાં રૂ. 7 લાખનું અનુદાન કર્યું.

Share

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ પોતાની વિદ્યાશાળા માટે ખૂબ જ સારું અનુદાન કર્યું. શાળાના એલ્યુમિનાય દ્વારા શાળાને 7 લાખ જેટલું અનુદાન કરવામાં આવ્યું છે. જેમાં શાળાને કમ્પ્યુટર લેબ, આર.ઓ. વોટર પ્લાન્ટ, વગેરેની સુવિધા કરી આપવામાં આવી છે.

આવનારા સમયમાં આ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ લેબમાં એ.સી. પણ લગાવી આપવામાં આવશે. હાલમાં આ કોમ્પ્યુટર લેબમાં 30 જેટલા કોમ્યુટર મુકવામાં આવેલ છે. તદુપરાંત જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ વર્ષ 1972 થી 1976 ના સમયગાળા દરમિયાન શાળામાં અભ્યાસ કર્યો હતો. આ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ તથા વાઈસ ચાન્સેલર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

ભારતમાં કોઈપણ સ્થળે ફોન દ્વારા ડિજિટલ પર્સનલ લોન ઉપલબ્ધ.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ક્લોવ ડેન્ટલએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી જે દાંતની કેશલેસ સારવાર પૂરી પાડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!