Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિશ્વ પર્યાવરણ દિવસે અદાણી ફાઉન્ડેશન અને અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટની હરિયાળી પહેલ : દહેજ પોર્ટથી સુવા હાઈસ્કૂલ સુધી વૃક્ષારોપણ અને ‘મિયાવાકી વન’ અભિયાનનો પ્રારંભ

Share

 

ભરૂચ :

Advertisement

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અદાણી ફાઉન્ડેશન અને Adani Ports and Special Economic Zone સંકળાયેલ અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દહેજ પોર્ટ પરિસર તેમજ સુવા સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ ખાતે આયોજિત હરિયાળી ઝુંબેશમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે (IAS) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પોર્ટના COO કેપ્ટન ધરમ પ્રકાશ તથા અન્ય અધિકારીઓએ પોર્ટના મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરી ગ્રીન બેલ્ટ વિકાસ અભિયાનની શરૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે પર્યાવરણ સંરક્ષણ માટે અદાણી ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી પહેલને સરાહનીય ગણાવી હતી. પોર્ટની સીમા બહાર આવેલ મુખ્ય માર્ગ પર ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું પણ જણાવાયું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીજો કાર્યક્રમ સુવા સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં પર્યાવરણ જાગૃતિ સત્ર અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં GPCBના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી, COO કેપ્ટન ધરમ પ્રકાશ, અદાણી સિમેન્ટના સિક્યુરિટી હેડ કુણાલ પવાર, એડમિન હેડ ધર્મેન્દ્ર ઓઝા, GPCB અધિકારીઓ આર.એન. કિરી અને કે.જે. મિસ્ત્રી, સરપંચ મંજુલાબેન રાઠોડ, પ્રિન્સિપાલ અલકા ભટ્ટ, CSR હેડ યોગેશ મેઘપરા તેમજ અદાણી પાવરના સિક્યુરિટી મેનેજર દુર્ગસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં ૩,૦૦૦થી વધુ વૃક્ષો સાથે ‘મિયાવાકી વન’ વિકસાવવાની યોજનાની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમના ઘરે રોપવા માટે ૧૫૦થી વધુ છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સૌએ પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.


Share

Related posts

અંકલેશ્વર : વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક હાઈવા ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા મોત.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી ખાબડના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠક.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!