Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લવેટ ગામે બૂટલેગરના ઘરમાંથી પોલીસે 80 હજારનો દારૂ ઝડપી પાડ્યો : બૂટલેગર ફરાર

Share

વાંકલ,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લવેટ ગામમાં ઝંખવાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલા ઓચિંતા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘરેથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 720 બોટલ ઇંગ્લીશ દારૂ કબ્જે કરી રૂ.80,642નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

મળતી વિગતો અનુસાર, ઝંખવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અનીશભાઈ સોમાભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે લવેટ ગામના નિશાળ ફળિયામાં રહેતો હિતેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ ઓચિંતો દરોડો પાડ્યો હતો.

Advertisement

પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 720 બોટલો મળી આવી હતી. જેમાં રોયલ સ્પેશિયલ્સ પ્રીમિયમ વ્હીસ્કીની 576 બોટલ કિંમત રૂ.57,600, રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હીસ્કીની 48 બોટલ કિંમત રૂ.8,642 તેમજ DSP બ્લેક ડીલક્સ વ્હીસ્કીની 96 બોટલ કિંમત રૂ.14,400 નો જથ્થો સામેલ હતો.

પોલીસે સ્થળ પરથી તમામ દારૂ કાયદેસર રીતે જપ્ત કરી સેમ્પલ લઈ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી હિતેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા ઘરે હાજર ન મળતાં તે ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે ઝંખવાવ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65-એ-ઇ તથા 116(2) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની સંમતિથી આ વર્ષે નહીં નીકળે તાજિયા જુલૂસ.

ProudOfGujarat

માંગરોળ : બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ફરીદાબાદથી ટ્રેન મારફતે સુરત વિદેશીદારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!