Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મુંબઈથી આવેલા બે લોકો સહિત કોરોના પોઝિટીવ દર્દીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો.

Share

ભરૂચ જીલ્લામાં હજુ ગઇકાલે આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક યુવાન જંબુસરની હૉસ્પિટલમાં સારવાર લેતા તેને શરદી-ખાંસી થતાં તેના સેમ્પલો લેવામાં આવતાં આછોદનાં યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને જયાબેન મોદી કોવિડ-19 હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જયારે આજે ભરૂચ શહેરનાં બાયપાસ રોડ ઉપર આવેલ સોસાયટીનાં કોરોના પોઝિટીવ દર્દીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં તેને પણ જયાબેન કોવિડ-19 હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયારે અંકલેશ્વર GIDC નાં કાપોદ્રા પાટિયા નજીક આવેલ સમર્થ પાર્ક સોસાયટીમાં મુંબઈથી આવેલા પરિવારનાં બે વ્યક્તિનાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતા. તે વિસ્તારને સંક્રમિત એરિયા જાહેર કરીને બંનેને જયાબેન મોદી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે આ બંને કેસ મુંબઈનાં ગણાશે. કેમ કે તેઓ મુંબઈથી આવ્યા છે. જયારે ભરૂચનો કુલ આંક 49 છે. જોકે ભરૂચ જીલ્લામાં હાલ જેટલા પણ લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેઓ ભરૂચ જીલ્લામાં બહારથી આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

ProudOfGujarat

ભરૂચનાં વાલિયાના હીરાપોર ગામ ખાતે આડા સંબંધના વ્હેમમાં ધીગાણું થતા એકની હત્યા બે ઘાયલ…જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ : માતા અને બાળ તંદુરસ્તી માટે અવેરનેશ શિબિર તેમજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!