Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસનો જુગાર પર દરોડો: 6 શખ્સ ઝડપાયા, ₹39,300નો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન  અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે જુગાર પર સફળ રેઇડ કરી 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરની નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જયંતિભાઈ વસાવાના રહેણાંક ઘર પાસે ખુલ્લી વાડાવાળી જગ્યામાં કેટલાક ઈસમો ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે પત્તાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી.

પોલીસે સ્થળને કોર્ડન કરીને દરોડો પાડતા જુગાર રમતા કેટલાક શખ્સો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે દોડી જઈ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક વોન્ટેડ આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે ₹14,300 રોકડા, 4 મોબાઇલ ફોન કિંમત ₹25,000, મળી કુલ ₹39,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ સામે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

ભરૂચ -નેત્રંગ ના કોકડી ગામ ખાતેના મકાન માંથી નકલી નોટો ના રેકેટનો એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કર્યો હતો..

ProudOfGujarat

ભરૂચ : પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની ગજેરા ગામ વાસીઓનો પ્રસ્તાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!