Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વીજ વિભાગની તવાઈ, 1,116 કનેક્શન ચેક કરતા 25 ગેરરીતિ ઝડપાઈ; રૂ. 36 લાખનો દંડ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ જિલ્લો માં વીજચોરી અને ગેરરીતિઓ પર લગામ કસવા વીજ વિભાગે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. ઝુંબેશ દરમિયાન કુલ 1,116 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી, જેમાં 25 ગેરરીતિઓ ઝડપાઈ હતી. આ બદલ વિભાગે કુલ રૂ. 36 લાખનો દંડ ફટકાર્યો છે.

આ કાર્યવાહી માટે વીજ વિભાગની 22 ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે મેદાનમાં ઉતરી હતી. નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

તપાસ દરમિયાન વીજચોરી, ગેરકાયદેસર જોડાણો અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વીજચોરી અને ગેરકાયદેસર વીજ વપરાશ સામે ભવિષ્યમાં પણ આવી કડક ચેકિંગ કામગીરી ચાલુ રહેશે. સાથે જ ગ્રાહકોને નિયમ મુજબ વીજળીનો ઉપયોગ કરવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ઉમરપાડામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં મહિલા ના ગળા માંથી સોનાની ચેન ની ચીલઝડપ કરી બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો ફરાર થઇ જતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!