Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર ૪.૦૩ લાખનો ગાંજો ભરેલી બેગ મળી : કાળા કલરના થેલામાં ખાખી કલરના સેલોટેપથી વિંટાળેલાં બે પેકેટમાં ૮.૦૭૫ કિલો ગાંજો નિકળ્યો

Share

 

। ભરૂચ । ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં જેતાભાઈ ડામોર અન્ય સ્ટાફ સાથે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર મુસાફરોનું તેમજ ટ્રેનો તેમજ સામાનનું જનરલ ચેકિંગ કરી રહ્યાં હતાં. તે વેળાં પ્લેટફોર્મ નંબર ૩ પર આવેલાં શૈલજા એન્ટપ્રાઈઝ ડીઝીટલ લોજના બીજા બંધ દરવાજાની આગળના ભાગે પત્થરની બેઠકની પાસે એક કાળા કલરનો ચેઈનવાળો કાપડનો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તેમને બેગને લઈને શંકા જતાં તેમણે આસપાસના વિસ્તારમાં બેગના માલિક અંગેની તપાસ કરી હતી.

Advertisement

જોકે, કોઈ દાવેદાર નહીં મળતાં તેમણે સાવચેતીપૂર્વક બેગ ખોલીને જોતાં તેમાં પ્લાસ્ટીકની સેલોટેપથી વિંટાળીને બનાવેલાં બે પેકેટ મળી આવ્યાં હતાં. તેમને શંકા છતાં તેમણે પેકેટના એક છેડે થોડો ભાગ કાપીને તપાસ કરતાં તેમાં નશીલા પદાર્થ હોવાનું માલુમ પડયું હતું. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. ટીમે તુરંત તે બેંગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી, તેમની પુછપરછ દરમિયાન સિલ્વર બ્રિજ પાસે વધુ મુદ્દામાલ ચાલુ ટ્રેનમાંથી ફેંકવામાં આવ્યો હોવાની વાત જાણવા થતાં તેમણે સ્થળ જઈ તપાસ કરતાં ત્યાં અન્ય કોઈ મુદ્દામાલ મળ્યો ન હતો. ટીમે એફએસએલ અધીકારીને ઘટનાની જાણ કરતાં તેઓ પણ તેમની પૃથ્થકરણની કીટ સહિતના સામાન સાથે રેલવે પોલીસ સ્ટેશને દોડી આવ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં જ બન્ને પેકેટમાં રહેલાં વનસ્પતિજન્ય પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી મળી આવી હતી. મળી આવેલો જથ્થો ગાંજાનો જ હોવાનું પૃથ્થકરણ થતાં તેમણે તમામ મુદ્દામાલનું વજન કરતાં બન્ને પેકેટમાં કુલ ૮.૦૭૫ કીલો ગાંજો હોવાનું માલુમ પડયું હતું. એક કિલોના ૫૦ હજાર લેખે કુલ ૮.૦૭૫ કિલોના ૪.૦૩ લાખથી વધુની કિંમત ગણી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગાંજાની હેરાફેરી કરવા સબબ તેમજ તેને ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર સહિત આખા નેટવર્કમાં સંડોવાયેલાં લોકોને શોધવાની કવાયત ટીમે હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ આંતરિક કામોની તપાસ મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!