Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લો બોલો! વાગરા ડેપો પાસેથી ગઠિયાઓ આખે આખી કેબીન જ ઉડાવી ગયાં 

Share

 

।ભરૂચ ।

Advertisement

વાગરાના અસ્માપાર્ક-૦૧ ખાતે રહેતાં નાસીરહુસેન મહમદ પટેલ હાલમાં વાગરા ડેપો સર્કલ સામે એ ટુ ઝેડ મોબાઈલ એસેસરીઝના નામની દુકાન ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં તેમને વાગરા પંચાયતમાંથી ધંધો કરવા માટે કેબીન રાખવાની માટેની મંજૂરી મળી હતી. જેના પગલે તેમણે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૫એ તેમણે તેમના વોરાસમની ખાતે રહેતાં બનેવીના ત્યાંથી ૩૦ હજારમાં કેબીન ખરીદી હતી. જે તે દિવસે જ તેમણે રાત્રીના સમયે કેબિલ લઈ આવી વાગરા ડેપો સામે આવેલૉ લકી ટી સેન્ટર પાસેની જગ્યાએ મુકી આવ્યાં હતાં. જોકે, બીજા દિવસે ૧૪મી જાન્યુઆરીએ પેસેન્જર વાન પાર્કિંગ બાબતે તેમની સાથે માથાકૂટ થતાં તેમણે તેમણે તેમની કેબિન લકી ટી સેન્ટરની પાછળ ડેપોની અંદરના ભાગે ખુલ્લી જગ્યામાં કેબિન મુકી હતી. જે બાદ તેમણે મુખ્ય બજારમાં કેબિન મુકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમને કોઈએ કેબિન મુકવા નહીં દેતાં તેમણે તેમની કેબિન વેચી દેવાનું નક્કી કર્યું હતું. તેઓ પાસે અનેક ગ્રાહકો આવ્યાં હતાં. પણ ભાવમાં નહીં બેસતાં તેમણે કેબિન આપી ન હતી. દરમિયામાં કેરવાડાના ઈરફાનભાઈએ એપ્રિલ મહિનામાં તેમની કેબિન જોઈ ગયાં હતાં. જો કે તેમની પાસે રૂપિયા પુરતાં ન હોવાને કારણે જે તે સમયે કેબિન લીધી ન હતી. દરમિયાનમાં તેમની પાસે રૂપિયાની સગવડ થતાં તેઓ ગઈકલે તેમની પાસે કેબિન ખરીદી કરવા આવતાં તેઓ ડેપોના અંદરની સાઈડ મુકેલી કેબિનના સ્થળ જતાં કેબિન ગાયબ થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. તેમણે આસપાસમાં પુછપરછ કરતાં દોઢેક મહિનાથી ત્યાંથી કેબિન ગાયબ હોવાનું માલુમ પડયું હતું. ઘટનાને પગલે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

લીંબડીનાં યુવાન કલ્પેશ વાઢેરને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ એવોર્ડ એનાયત કર્યો.

ProudOfGujarat

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!