Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગેસ પાઇપલાઈનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ પર આવેલ હોટલ પ્લાઝા પાસે ગેસ લાઈનમાં આચનક લીકેજ બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગની જ્વાળાઓ અચાનક ઉંચે સુધી પહોંચતા સ્થાનિકોનાં જીવ એક સમયે તાળવે ચોટયા હતા, જોત જોતામાં આગ વિકરાળ બનતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલીકાનાં ફાયર વિભાગમાં જાણ કરી હતી.

ફાયરનાં લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવવાની તજવીજ હાથધરી ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે જે સ્થળે ગેસ લાઈનમાં આગ લાગી તેનાથી માત્ર 100 ફૂટની દૂરી પર પેટ્રોલ પંપ હોય લોકોમાં આગની જ્વાળાઓ જોઈ જીવ અધ્ધર થયા હતા પરંતુ તાત્કાલિક આગ કાબુમાં આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat

પાંચ વર્ષનો બાળક ટ્રાયસિકલમાં ભાઈ-બહેનને બેસાડી મજૂરી કરવા નીકળતો નર્મદાનો બાળ મજુર!

ProudOfGujarat

વાલિયા તાલુકાના ચોરાઅમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળેજ ગંભીર ઈજાઓને પગલે કરૂણ મૌત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!