Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલાં બાઈક સવાર યુવાનનું હાઈવાની ટક્કરે મોત : ભરૂચના સર્કિટ હાઉસથી ઝાડેશ્વર ચોકડી જવાના સર્વિસ રોડ પર બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

સુરતના પાલરોડ પર આવેલાં રામેશ્વર ઈવાન ખાતે રહેતાં તેજશ જશવંત મોદી સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીઓની દુકાન ચલાવે છે.તેમના નાના ભાઈ અશોક મોદી સુરતના ઉધના ખાતે આવેલાં એસઆર ક્રિએશનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં હતાં. સવારના દશેક વાગ્યે તેઓ દુકાને જવા નિકળ્યાં હતાં. તે વેળાં તેમના પિતા જશવંતભાઈ મોદીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, અશોક સવારે સાતેક વાગ્યે તેમની બાઈક લઈને ઘરેથી પાવાગઢ માઈ દર્શન કરવામાટે જવા નિકળ્યો હતો. દરમિયાનમાં તેનું ભરૂચ સર્કિટ હાઉસથી ઝાડેશ્વર ચોકડી તરફ જવાના સર્વિસ રોડ પર રૂદ્રાક્ષ હોટલની સામે અકસ્માત થયો છે.

જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યાં હતાં. સ્થળ પર આવતાં તેમને જાણવા મળ્યું હતું કે, હરેશ મંગા વસાવા નામના એક હાઈવ ડ્રાઈવરે તેનું હાઈવા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમના ભાઈ અશોકની બાઈકને ટક્કર મારતાં તે રોડ પર પટકાયો હતો. અરસામાં હાઈવા ડાબી સાઈડનું આગળનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં તેનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવને પગલે પોલીસે તેજશ મોદીની ફરિયાદના આધારે હાઈવા ચાલક હરેશ મુગાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસે ગુનોનોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષનાં નિશ્ચિત સ્થાપનાનાં સ્થળે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા અંગેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રિસ્ક મેનેજમેન્ટને આગના જોખમોને ટાળવા માટે આઈઓટી- સક્ષમ સિસ્ટમ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!