Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુખ્ય માર્ગ પર અચાનક ધરતી ધસી! જૂની મામલતદાર કચેરી સામે પડ્યો ભુવો

Share

ભરૂચ : ભરૂચ શહેરના કોર્ટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ચિંતા સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો. શહેરના મહત્વપૂર્ણ ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.

મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનવ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

Advertisement

પાલિકા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભુવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. જોકે શહેરના વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડવાની ઘટનાએ માર્ગની સ્થિતિ અને ભૂગર્ભ સુવિધાઓ અંગે સવાલો ઊભા કર્યા છે.


Share

Related posts

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

રાજકોટ : પ્રથમ વખત મનપાનું સર્વર જામ થતા એક કલાક સેવાઓ ઠપ્પ થઈ.

ProudOfGujarat

લીંબડી હાઇવે પર વાહનો પાછળ રીફ્લેકટર લગાવાવાની કામગીરી લીંબડી પોલીસના સહકારથી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!