Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સયાજી અને ગોત્રી હોસ્પિટલ ખાતે કોવીડની સારવાર અને સુવિધાઓનું તબીબી શિક્ષણના અધિક નિયામક એ કર્યું નિરીક્ષણ…

Share

તબીબી શિક્ષણના અધિક નિયામક અને કોવીડના સંદર્ભમાં વડોદરા શહેર અને જિલ્લાના લાયઝન અધિકારી ડો.રાઘવેન્દ્ર દીક્ષિતે આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોવીડ કેસોનું પ્રમાણ, ટેસ્ટિંગ સહિત પ્રવર્તમાન સ્થિતિ,સારવાર માટેની સજ્જતા અને ઉપલબ્ધ સાધન સુવિધાઓનું વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી.
તેમણે શહેર અને જિલ્લાના આરોગ્ય અમલદારો,સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, કોવીડ ફરજો માટેના નોડલ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

સયાજી અને ગોત્રી હોસ્પિટલો ખાતે તેમણે સંક્રમિત વ્યક્તિઓ માટે ઉપલબ્ધ બેડ,જરૂર પ્રમાણે વધારો કરવાની ક્ષમતા, આઈસોલેશન વોર્ડ અને તેમાં વ્યવસ્થાઓ, ઓક્સિજન ની માંગ અને પુરવઠાની વ્યવસ્થા,ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટસ ઇત્યાદિનું નિરીક્ષણ કર્યું હતું અને કોવીડ મેનેજમેન્ટ સમિતિના સદસ્યો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે અકોટા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સયાજી નગર ગૃહ ખાતે રસીકરણ ની કામગીરી નિહાળી રસી લેવા આવેલા વડીલો સાથે સંવાદ કર્યો હતો.

શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ધન્વંતરિ રથો દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રસીકરણ, સંજીવની ટીમો દ્વારા હોમ કેર હેઠળના દર્દીઓની સાર સંભાળ સહિતની બાબતોની વિગતવાર જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત અને વમપા ના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.

ProudOfGujarat

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

ProudOfGujarat

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!