Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માસર રોડની બહેનો બનશે આત્મનિર્ભર: ડ્રેસ મેકિંગ અને બ્યુટી કેરની સ્કીલ તાલીમનો પ્રારંભ

Share

ભરૂચ  :

 

Advertisement

જંબુસર તાલુકાના માસર રોડ ગામે મહિલાઓને કૌશલ્યવાન બનાવી સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જંબુસરની PGP ગ્લાસ કંપનીના CSR સહયોગ હેઠળ અહીં બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર અને બ્યુટી કેર આસિસ્ટન્ટની તાલીમ શરૂ કરવામાં આવી છે.

તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન ગામના આગેવાન આનંદભાઈ પરમાર, PGP ગ્લાસ લિમિટેડના ચેતનભાઈ પટેલ અને તુષારભાઈ દીક્ષિતની પ્રેરક ઉપસ્થિતિમાં જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝયનુલ સૈયદ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઝયનુલ સૈયદે બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા NCVET માન્ય અભ્યાસક્રમોની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ બાહ્ય મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તાલીમાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવે છે.

તેમણે તાલીમ દરમિયાન ૮૦ ટકા હાજરીનું વિશેષ મહત્વ હોવાનું જણાવી તમામ બહેનોને નિયમિત હાજર રહી તાલીમ મેળવી કૌશલ્યવાન અને આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો. સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને જરૂરી ટીચિંગ-લર્નિંગ મટિરિયલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાનના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ અને ધરતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ફિલ્ડ કો-ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલિયાએ તાલીમ અંગેની વિગતવાર માહિતી આપી હતી અને સહયોગ બદલ કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાનો પ્રથમ વખત મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

ProudOfGujarat

વાપીના ચણોદમાં લુટારુઓનું પોલીસ ઉપર ફાયરિંગ : યુપીનો ઇમરાન ઝડપાયો :ગેંગનો માસ્ટર માઈન્ડ ફરાર વલસાડ એલસીબી અને એસઓજીની ટીમનું સંયુક્ત ઓપરેશન :માસ્ટરમાઈન્ડ સુરજ ઉર્ફે મામાને ઝડપી લેવા નાકાબંધી

ProudOfGujarat

રાજપીપલા : તા. ૧૦ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧-૦૦ કલાકે ૧૩૮.૫૫ મીટરે નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!