Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં જે.પી. કોલેજ સામે બ્રિજ નીચે વાહનોના પાર્કિંગથી વિદ્યાર્થીઓ પરેશાન

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના જે.પી. કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર સામે બ્રિજ નીચે વાહનચાલકો દ્વારા બેફામ રીતે વાહનો પાર્ક કરવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલેજમાં આવનારા-જવનારા વિદ્યાર્થીઓને પોતાના બાઈક લઈને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

બ્રિજ નીચે ચાર અને બે પૈડાંના વાહનો આડેધડ પાર્ક થઈ જતાં રસ્તો સાંકડો બની જાય છે. પરિણામે કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક વાહનચાલકોને પણ અવરજવરમાં તકલીફ વેઠવી પડે છે. ખાસ કરીને કોલેજના શરૂ અને છૂટવાના સમયે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે બ્રિજ નીચે ગેરકાયદે પાર્કિંગ દૂર કરવામાં આવે અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય વાહનચાલકોને અવરજવર માટે સરળતા રહે. સ્થાનિકોમાં પણ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ ઉઠી રહી છે.


Share

Related posts

નડિયાદ : કપડવંજ રોડ પર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત, બે ને ઇજા

ProudOfGujarat

ભાવનગર : અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પૈસા ચૂકવીને અંધારાના દર્શન – ભરૂચ નર્મદા પાર્કમાં મોડી સાંજે લાઈટો બંધ અવસ્થામાં, વેકેશન ટાણે જ પ્રજાને થતા કડવા અનુભવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!