Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં CNGના ભાવ રૂ.100ને પાર પહોંચતાં રિક્ષાચાલકોની કમર તૂટી, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ : ગેસના વધતા ખર્ચથી રોજિંદી આવકનો મોટો હિસ્સો ખર્ચાય છે, રિક્ષાના હપ્તા અને ઘરખર્ચના બોજ વચ્ચે ભાવ નિયંત્રણમાં લેવા સરકાર સમક્ષ માંગ

Share

 

ભરૂચમાં CNGના ભાવમાં સતત વધારાને પગલે રિક્ષાચાલકોની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર પહોંચતાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોના બજેટ ખોરવાઈ ગયાં છે. બીજી તરફ, ગુજરાત ગેસના ભાવમાં પણ વધારો થવાની આશંકાને પગલે રિક્ષાચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

Advertisement

રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, રિક્ષા ચલાવીને થતી રોજિંદી આવકનો મોટો હિસ્સો હવે CNG ભરાવવામાં જ ખર્ચાઈ જાય છે. પરિણામે દિવસભરની મહેનત બાદ પણ પૂરતી બચત થતી નથી. રિક્ષાના માસિક હપ્તા ભરવા ઉપરાંત પરિવારની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ CNGનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. અગાઉ રિક્ષા ચલાવીને થોડી ઘણી બચત થતી હતી, પરંતુ હવે ગેસના વધતા ખર્ચને કારણે બચત ઘટી ગઈ છે.

રિક્ષા વ્યવસાય પર નિર્ભર અનેક પરિવારો માટે આ સ્થિતિ આર્થિક બોજ સમાન બની છે. ત્યારે CNGના ભાવ પર નિયંત્રણ લાવી રિક્ષાચાલકોને રાહત આપવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ ઉઠી છે.


Share

Related posts

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

ProudOfGujarat

ઝાયેદ ખાન, અમીષા પટેલ, જન્નત ઝુબૈર અને અન્ય કલાકારો ટિક ટિક પ્લાસ્ટિક 3.0 ની સફળતાની ઉજવણી માટે ભામલા ફાઉન્ડેશનની પાર્ટીમાં હાજરી આપે છે.

ProudOfGujarat

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!