Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાવર ગ્રીડના વળતરમાં બેવડા ધોરણો સામે ખેડૂતોનો આક્રોશ, કલેક્ટર કચેરીએ ધરણાં કરતાં પોલીસની અટકાયત : માંગરોળમાં પ્રતિ ચોરસ મીટર રૂ.3,300 સામે મહાપુરા-ઈગરલામાં માત્ર રૂ.1,100થી 1,200નું વળતર નક્કી કરાતાં ખેડૂતોમાં ભારે નારાજગી : સમાન પ્રોજેક્ટમાં વળતરના અલગ-અલગ દર સામે ઉગ્ર વિરોધ

Share

 

ભરૂચ: એક જ પાવર ગ્રીડ પ્રોજેક્ટ, એક જ પ્રકારની હાઈટેન્શન વીજ લાઈન અને અસરગ્રસ્ત ખેડૂતો પણ સમાન, છતાં વળતરના દરમાં મોટો તફાવત! જંબુસર તાલુકાના મહાપુરા અને ઈગરલા ગામના ખેડૂતો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કરવામાં આવ્યાં હતાં. જોકે, ધરણાં માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું જણાવી એ ડિવિઝન પોલીસે ખેડૂતોની અટકાયત કરતાં સમગ્ર મામલે ગરમાવો આવ્યો છે.

Advertisement

ખેડૂતોના આક્ષેપ મુજબ, પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન માટે વળતરના દર નક્કી કરવામાં ગામે ગામ અલગ માપદંડ અપનાવવામાં આવ્યા છે. ગત 16મી તારીખે યોજાયેલી એમઆરસી બેઠકમાં માંગરોળ ગામના ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર રૂ.3,300 વળતર આપવાનું નક્કી કરાયું છે. જ્યારે મહાપુરા અને ઈગરલા ગામના ખેડૂતો માટે આ જ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર રૂ.1,100થી 1,200નો દર નક્કી કરાતાં ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે, માંગરોળ કરતાં મહાપુરા ગામની સરકારી જંત્રી રૂ.100 વધુ હોવા છતાં અહીં વળતરનો દર ત્રણ ગણો ઓછો કેમ રાખવામાં આવ્યો? હાઈટેન્શન વીજ લાઈન પસાર થવાથી જમીનના ખેતીલાયક ઉપયોગ પર અસર થવાની સાથે પાક અને જમીનની ઉત્પાદકતા પર પણ વિપરીત અસર થવાની ભીતિ છે. આમ છતાં વળતરના દરમાં આટલો મોટો તફાવત રાખવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે અગાઉ ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વર્તમાન એમઆરસી પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જમીનની ફળદ્રુપતા, જંત્રી અને ખેતીલાયક ગુણવત્તાને ધ્યાનમાં રાખીને પ્રતિ ચોરસ મીટર રૂ.2,000થી 2,500 સુધીનું વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતોનો સંતોષકારક ઉકેલ ન આવતાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ધરણાં શરૂ કર્યા હતા.

દરમિયાન પોલીસે મંજૂરી વિના ધરણાં કરવામાં આવતાં હોવાનો હવાલો આપી ખેડૂતોને ડિટેઈન કર્યા હતા. જોકે, ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કાર્યવાહીથી તેમનો વિરોધ અટકવાનો નથી. તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને સમાન ધોરણે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.


Share

Related posts

ભરૂચ શહેર-જિલ્લામાં સામાજીક કાર્યકર્તા જોડાયેલી અને સમાજ ઉપયોગી કામ કરતી ટાઈગર એકતા ગૃપ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગની ટીમ પર હુમલો કરનાર છ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા પાલિકા દ્વારા 2.26 કરોડના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!