Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વોટચોરી વિરોધી પ્રદર્શનમાં ગેરહાજરી બદલ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા સહિત 49 હોદ્દેદારો સસ્પેન્ડ : દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર ન રહેતાં હાઈકમાન્ડની કડક કાર્યવાહી; ભરૂચ કોંગ્રેસ સંગઠનમાં રાજકીય ગરમાવો

Share

ભરૂચ :

ભરૂચ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવતો કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પક્ષના આદેશ છતાં વોટચોરી વિરોધી પ્રદર્શનમાં હાજર ન રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા હોદ્દેદારો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાનો પણ સમાવેશ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

મળતી વિગતો અનુસાર, ગત 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને વોટચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોને ફરજિયાત ઉપસ્થિત રહેવા પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જોકે, પક્ષના સ્પષ્ટ આદેશ છતાં ગુજરાતના 49 જેટલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો આ વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર રહ્યા હતા. જેને પક્ષના આદેશની અવગણના અને શિસ્તભંગ તરીકે જોવામાં આવતાં હાઈકમાન્ડે તેમની સામે કડક વલણ અપનાવી સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી અંતર્ગત ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. જિલ્લા સ્તરે યુથ કોંગ્રેસના સંગઠન પર તેની શું અસર પડશે અને આગામી દિવસોમાં નવા સંગઠનાત્મક સમીકરણો કેવા રચાશે તે અંગે અટકળો શરૂ થઈ છે.

ભરૂચ યુથ કોંગ્રેસમાં આંતરિક સમીકરણો બદલાશે?

વિપુલ વસાવાના સસ્પેન્શન બાદ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને આગામી નેતૃત્વ અંગે સવાલો ઊભા થયા છે. આ કાર્યવાહી માત્ર પક્ષની શિસ્ત જાળવવા માટે લેવાયેલું પગલું છે કે તેની પાછળ સંગઠનની આંતરિક ખેંચતાણ પણ જવાબદાર છે, તે મુદ્દે રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


Share

Related posts

લીંબડીના પરાલી ગામે જુથ અથડામણમાં 10 લોકો ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના નવ નિયુક્ત પ્રમુખ પરિમલ સિંહ રણા ના સન્માન સમારંભ માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા અને ભરૂચ ના પનોતા પુત્ર એહમદ ભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી……

ProudOfGujarat

સુરતનાં ચૌટા બજારની દબાણ હટાવો ટીમ પર ઉશ્કેરાયેલા યુવાન સહિત લોકોએ હુમલો કરતાં પાલિકાની દબાણ શાખાનાં લોકોને ભાગવાનો વારો આવ્યો હતો મારનારાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!