Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાંદોલા ગામે સિંચાઈ યોજનાનું પાણી ખેતરમાં ફરી વળતાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ : ત્રણ વર્ષથી નાંદોલા તળાવ ઓવરફ્લોની સમસ્યા યથાવત્; અગાઉ તલનો પાક બગડ્યો હતો, હવે ડાંગરની કાપણી ટાણે ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતની મુશ્કેલી વધી

Share

 

વાંકલ : માંગરોળ તાલુકાના નાંદોલા ગામે ગોડધા ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી નાંદોલા તળાવમાં ઠાલવવામાં આવતાં તળાવ ઓવરફ્લો થઈ ખેતરોમાં પાણી ફરી વળવાની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ડાંગરની કાપણીના સમયે જ ખેતરોમાં પાણી ભરાઈ જતાં તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે.

Advertisement

માંગરોળ તાલુકાના નાનીફળી ગામના પ્રગતિશીલ ખેડૂત વસંતભાઈ બીમાસિયાભાઈ ચૌધરીના ખેતરમાં નાંદોલા તળાવનું ઓવરફ્લો થયેલું પાણી ફરી વળતાં ડાંગરના પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતના જણાવ્યા મુજબ, સિંચાઈ યોજનાનું પાણી તળાવમાં છોડવામાં આવે છે, પરંતુ તળાવની વધારાની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં દર વર્ષે તેમના ખેતરમાં પાણી ભરાઈ જાય છે.

ખેડૂત વસંતભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા સતત સતાવી રહી છે. અગાઉ તલના પાકને નુકસાન થયું હતું અને હવે ચાલુ વર્ષે ડાંગરની કાપણી કરવાનો સમય આવ્યો છે ત્યારે ખેતરમાં પાણી ભરાઈ જતાં પાક લેવાનું મુશ્કેલ બન્યું છે. જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે.

લેખિત રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

આ સમસ્યાના ઉકેલ માટે ખેડૂત દ્વારા અનેકવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયતમાં લેખિત અરજીઓ પણ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ યોગ્ય જવાબ આપતા ન હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા છે.
પાકની નુકસાનીનું વળતર કોણ આપશે?

ખેડૂત વસંતભાઈએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, અધિકારીઓની બેદરકારીને કારણે દર વર્ષે પાકને નુકસાન સહન કરવું પડે છે. હવે ડાંગરની કાપણી ટાણે જ પાણી ભરાતાં મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. ત્યારે ખેતરમાં ભરાયેલા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે અને નુકસાન પામેલા પાકનું યોગ્ય સર્વેક્ષણ કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતે કરી છે.


Share

Related posts

સુરત : પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરત : મોડાસાની યુવતીના શંકાસ્પદ મોતના મામલે સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.

ProudOfGujarat

“द रीमिक्स” के लिए कोई स्क्रिप्ट नहीं थी: करण टक्कर

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!