Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં મોબાઇલ ઝૂંટવાની ઘટનામાં સુરતના બે શખ્સો ઝડપાયા : જયશ્રી કેમિકલ કંપની નજીક સાઇકલ સવાર કર્મચારીનો Vivo મોબાઇલ ઝૂંટવ્યો હતો; પોલીસે ચાર મોબાઇલ અને યામાહા બાઈક કબજે કરી

Share

 

અંકલેશ્વર GIDC વિસ્તારમાં સાઇકલ પર નોકરીથી ઘરે જઈ રહેલા કંપની કર્મચારીનો મોબાઇલ ઝૂંટવી ફરાર થયેલા સુરતના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી યામાહા બાઈક મળી મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

મૂળ બિહારના ભાગલપુરના અને હાલ અંકલેશ્વરના સારંગપુર ખાતે રહેતા જીતેન્દ્ર સહદેવ યાદવ (ઉં.વ.29) અંકલેશ્વર GIDCની ઇન્ફકા લેબોરેટરી કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગત તા.29 ઓક્ટોબરે રાત્રે તેઓ સાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન જયશ્રી કેમિકલ કંપની નજીક મોબાઇલ પર વાત કરતા હતા ત્યારે પાછળથી કાળા રંગની યામાહા બાઈક પર આવેલા બે શખ્સોએ તેમના હાથમાંથી ઓરેન્જ કલરનો Vivo Y56 મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા.

મોબાઇલનું બિલ મળી આવ્યા બાદ તેમણે GIDC પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે મોહમદ મુસ્તુફા તસ્લીમ શેખ (ઉં.વ.24) અને મોહમદ નિશાર ઉર્ફે સોનુ તસ્લીમ શેખ (ઉં.વ.22), બંને રહે. સાયણ, સુરતને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પાસેથી ચાર મોબાઇલ તથા ગુનામાં વપરાયેલી યામાહા બાઈક નંબર GJ-05-SA-4178 કબજે કરી હતી. કબજે કરાયેલા મોબાઇલમાં ફરિયાદીનો ફોન પણ મળી આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચઃ બીજા ડોઝના લાભાર્થીઓ માટે તા.૦૧લી ઓગષ્ટને રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!