Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં વિદ્યાર્થીઓએ ભજવ્યું ભવ્ય ‘રામાયણ’, નાટ્યાત્મક પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા  :  દક્ષિણ ગુજરાતમાં શાળા કક્ષાએ સૌપ્રથમવાર વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના તમામ વિભાગો દ્વારા અનોખું આયોજન; વિદ્યાર્થીઓની અભિનય પ્રતિભાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી

Share

 

વાંકલ :

Advertisement

શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ભગવાન શ્રીરામના આદર્શ જીવનચરિત્રને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ભવ્ય ‘રામાયણ’ નાટ્યાત્મક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શાળા કક્ષાએ સૌપ્રથમવાર મંડળના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની નાટ્યાત્મક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવતાં કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

વાંકલ સ્થિત શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના જીવનચરિત્ર પર આધારિત રામાયણના વિવિધ પ્રસંગોને જીવંત અભિનય દ્વારા રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પાત્રોને અનુરૂપ વેશભૂષા, સંવાદ અને અભિનય થકી સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું. તેમની સુંદર રજૂઆતથી ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને ગ્રામજનો મંત્રમુગ્ધ બન્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટી પ્રમુખ સંજયભાઈ દેસાઈ, આચાર્ય પારસ મોદી, ડો. યુવરાજસિંહ સોનારીયા, જીતેન્દ્ર પટેલ, ગામના આગેવાનો તેમજ શાળાના સમગ્ર સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના સૌજન્યદાતા તરીકે ડો. કિશોરભાઈ કુટવાલા અને શ્રીમતી કલ્પનાબેન કુટવાલાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વિદ્યાર્થીઓની અભિનય પ્રતિભા, મહેનત અને કલાત્મક રજૂઆતની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો અને આદર્શ જીવનશૈલીના સંસ્કારનું સિંચન કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

ખેડા : ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!