Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બારડોલીમાં ભાજપ આદિવાસી મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 11થી 18 નવેમ્બર સુધી ‘જનજાતિ ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરાશે, વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા

Share

 

વાંકલ : ભગવાન શ્રી બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-2026’ની ઉજવણીના આયોજનને લઈને બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાની જિલ્લા સ્તરીય કારોબારી બેઠક યોજાઈ હતી.

Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપના નિર્દેશ અનુસાર આગામી 11 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી જનજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ તથા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણપતભાઈ વસાવા, માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, ઉપપ્રમુખ ઉમેદભાઈ, દીપકભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ગણપતભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરી જનજાતિ ગૌરવ સપ્તાહ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આદિવાસી સમાજ સુધી વિવિધ કાર્યક્રમો પહોંચાડવા તેમજ આગામી દિવસોમાં યોજાનારી સંગઠનાત્મક પ્રવૃત્તિઓના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરત : માત્ર 9 મહિનાની બાળકી કોરોનાની શિકાર બની : તંત્ર પણ દોડતુ થયું

ProudOfGujarat

પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદની 21 ટ્રેનોમાં જનરલ ડબ્બાની ટિકિટ પણ મળશે.

ProudOfGujarat

ઝંખવાવમાં પક્ષીઓ માટે ચણ-પાણી માટે કુંડાનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!