:-આજ રોજ ભરૂચ શહેર ના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના નવ નિયુક્ત પ્રમુખ પરિમલ સિંહ રણા નો સન્માન સમારંભ યોજાયો હતો..જેમાં ખાસ કરી ને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા અને ભરૂચ ના પનોતા પુત્ર અહેમદ ભાઈ પટેલે ખાસ ઉપસ્થીત રહી કાર્યકારોને સંબોધન કર્યું હતું ….
ભરૂચ ખાતે કાર્યક્રમ માં આવેલ કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા અહેમદ ભાઈ પટેલે કાર્યકરો ને સંબોધિત કરતા  વર્તમાન સરકાર મોદી સરકારની ઝાટકણી કાઢી હતી..અને છેલ્લા ચાર વર્ષ માં કંઈ ન કરી શકેલી મોદી સરકાર અવનવા હતકંડા અપનાવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા …..તેમજ મીડિયા સાથે વાતચીત માં વિવિધ પ્રશ્નો અંગે જણાવ્યું હતું….

LEAVE A REPLY