Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ત્રણ દિવસથી વરસાદી માહોલથી ખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતો હરખાયા.

Share

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે આજે ત્રીજા દિવસે રાજપીપલા અને તિલકવાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં તિલકવાડા તાલુકામાં બે ઇંચ વરસાદ ઝીંકાતા તિલકવાડામાં જળ બંબાકારની સ્થિતિ છે. જયારે રાજપીપલામાં આજે ત્રીજા દિવસે પણ સારો વરસાદ થતાં ખેડૂતો હરખાયા છે ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેતીનો પાક નષ્ટ થવાની ભીતિ સેવાતી હતી. પણ છેલ્લા ત્રણ દિવસથી ખેતીલાયક સારો વરસાદ થતાં ખેતીના પાકને જીવતદાન મળી ગયું છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-૪૨ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૧૩ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૫ મિ.મિ. નોંધાયો છે. જયારે સાગબારા અને ડેડીયાપાડા તાલુકામા બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાથી આ વિસ્તારમાં ગરમી અને ઉકળાટનો માહોલ છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૬૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

Advertisement

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૮૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડિયાપાડા તાલુકો-૭૩૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૩૭ મિ.મિ સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૪૭૦ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૪૦૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૭.૬૬ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૬.20 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૦.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૦.૭૦ મીટરની સપાટીએ એટલેકે 0.49 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જયારે કરજણ ડેમની વાત કરીએ તો કરજણ ડેમ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. કરજણ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમની સપાટી હાલ 106.20મીટર છે. લાઈવ સ્ટોરેજ 289.57 મિલિયન ઘન મીટર છે જયારે ગ્રોસ સ્ટોરેજ 313.58મિલિયન ઘન મીટર છેકરજણ ડેમમાં પાણીની આવક 692ક્યુસેક છે. હાલ ડેમના બે સ્મોલ હાઇડ્રોપાવરમાં પાણી ડિસ્ચાર્જ થતું ન હોવાથી બંધ હોવાથીહાલ વીજ ઉત્પાદન બંધ બંધ છે. અને પીવાના તથા ખેતીના પાણીમાંટે કરજણ ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યોછે. હાલ કરજણ ડેમ 58.20ટકા ભરાયો છે. કરજણ ડેમમાં પૂરતું પાણી છે.

જયારે નર્મદા ડેમની સપાટીમાં પણ ધીમો વધારો નોંધાયો છે. 24 કલાકમાં 5 સેમી નો વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં પાણીની નહીવત આવક 4601 ક્યુસેક સામે 4393 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ડેમમાં 4566.63 મિલિયન ઘન મીટર ગ્રોસ સ્ટોરેજ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલીમ વર્ગોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત કરી.

ProudOfGujarat

સુરત : પેટ્રોલ, ડીઝલ અને ગેસના બેકાબુ થયેલાં ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસી જનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ…..

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે મહી બીજના પર્વનો ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!