Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મહિલાઓની વિશેષ કાર રેલી : સ્ટિયરિંગ સંભાળ્યું, સશક્તિકરણનો સંદેશ આપ્યો 

Share

 

 

Advertisement

ભરૂચ :

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રોકવુલ કંપની દ્વારા શનિવારે વિશેષ મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 20 મહિલાઓએ સ્વયં કાર ચલાવી ઉત્સાહભેર ભાગ લઈ મહિલા આત્મનિર્ભરતા અને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો.

રેલીને રોકવુલના બિઝનેસ યુનિટ ડાયરેક્ટર વિનય પ્રતાપસિંહ, પી.આઈ. ગોહિલ, ડૉ. પલક કાપડિયા અને એડવોકેટ રીનાબેનના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચથી શરૂ થયેલી રેલી પાલેજ ગામે પહોંચી હતી, જ્યાં સરપંચ અને કંપનીના અધિકારીઓ દ્વારા મહિલાઓને તેમના અધિકારો, આત્મનિર્ભરતા અને સામાજિક સમાનતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ‘મોમ્સ ઓફ ભરૂચ’ સંસ્થાની આશરે 50 મહિલાઓ સેજલ કાપડિયાની ઉપસ્થિતિમાં જોડાઈ હતી. રોકવુલ કંપનીના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ મહિલા સશક્તિકરણના અભિયાનને સમર્થન આપ્યું હતું.

આ મહિલા જાગૃતિ અભિયાનની પૂર્ણાહુતિ વડોદરા સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવશે. જ્યાં આશરે 200 મહિલાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, કાનૂની હકો, સુરક્ષા, શિક્ષણ અને આત્મવિશ્વાસ સહિતના વિવિધ વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો ઇવેન્ટ, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા સાથે તેમને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા અને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરવાનો હતો.


Share

Related posts

ભરૂચના નાંદ ગામ ખાતે નર્મદા નદીમાં જીંગા પકડવા નાંખવામાં આવેલ ઝાખરા દૂર કરવા સ્થાનિકોની તંત્રને રજુઆત.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દબંગગીરી કરતો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

આગામી 5મી ઓક્ટોબરે રિલીઝ થતી બોલીવુડની ફિલ્મ લવરાત્રીને લઈને અમદાવાદના સનાતન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ PIL..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!