Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ : સંસ્થાના વિકાસ, સભ્યોના કલ્યાણ અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચની સાધના સ્કૂલ ખાતે યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, નાણાકીય કામગીરી તેમજ સભ્યોને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સભામાં ઉપસ્થિત સભ્યોએ સંસ્થાના વિકાસ, સભ્યોના કલ્યાણ અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી હતી. સહકારી ભાવનાને વધુ મજબૂત બનાવી સંસ્થાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રવિન્દ્ર પટેલ, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, એમ.ડી. પ્રકાશ પટેલ તેમજ ધિરાણ કમિટીના આર.બી. હળપતી સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ પરસ્પર સહકાર અને વિકાસની પરંપરા જાળવી રાખી સભ્યોના હિતમાં વધુ સારી કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ભરૂચ એકમ દ્વારા “ભારતીય સાહિત્યમાં મૉં નર્મદા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

ProudOfGujarat

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 27 મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી.

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!