Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આરસીસી ભરૂચના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો : વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સ્મિતા સોની અને સેક્રેટરી તરીકે સુનય સોનાવાળાએ જવાબદારી સંભાળી

Share

 

ભરૂચ.

Advertisement

આરસીસી ભરૂચના વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ તા. 12 જુલાઈ, 2026ના રોજ પી.ડી. શ્રોફ હોલ, રોટરી ક્લબ ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કિરણભાઈ મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે પ્રમુખ ડૉ. સુકેતુ દવે તેમજ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે આઈપીડીજી અમરદીપસિંહ બુનેટે હાજરી આપી હતી.

આ પ્રસંગે વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સ્મિતા સોની અને સેક્રેટરી તરીકે સુનય સોનાવાળાએ શપથ ગ્રહણ કરી પોતાની નવી જવાબદારી સ્વીકારી હતી. મુખ્ય અતિથિ અને ઉપસ્થિત મહાનુભાવોએ નવા પ્રમુખ તથા તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જનકલ્યાણના કાર્યો અને રોટરીના આદર્શોને આગળ વધારવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ કાપડિયા અને નીનાબેન દલવાડીએ સુંદર રીતે કર્યું હતું. સમારોહમાં આરસીસી પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ મીડિયાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સમગ્ર સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અંતે સેક્રેટરી સુનય સોનાવાળાએ આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.


Share

Related posts

ભરૂચ : ભોલાવમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત કરાયા.

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

રાજપીપળા : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની મુલાકાત લઇ બી.એેલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્વેતા .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!