Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુક્તિનગરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી, કાર અને બાઈક દબાયાં :પાલિકાના લાશ્કરો તુરંત એક્શનમાં આવ્યા; મશીનોથી ડાળીઓ કાપી બંને વાહનો બહાર કાઢ્યાં, કોઈ જાનહાનિ નહીં

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના શક્તિનાથ નજીક આવેલા મુક્તિનગર વિસ્તારમાં ભારે પવનના કારણે એક વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરેલી એક કાર અને એક બાઈક દબાઈ ગયાં હતાં. ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર અને બાઈકના માલિકોએ પોતાના વાહનો વૃક્ષની છાયામાં પાર્ક કર્યા હતા. દરમિયાન ભારે પવન ફૂંકાતાં વૃક્ષ અચાનક મૂળમાંથી તૂટી પડ્યું હતું અને બંને વાહનો તેની નીચે દબાઈ ગયાં હતાં.

ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના લાશ્કરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ટીમે મશીનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવાની સાથે દબાયેલા બંને વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ કાર અને બાઈકને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

વડોદરાના અકોટા વિધાનસભા બેઠક ઉપર જોવા મળી મહિલા પ્રાદ્યાપિકાની અનોખી ફરજપરસ્તી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

ProudOfGujarat

વાગરાની ઓચ્છણ ચોકડી પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બે લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!