Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કલા મહાકુંભ 2026-27 માટે રજીસ્ટ્રેશન શરૂ, 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે : ભરૂચ જિલ્લાના ઇચ્છુક કલાકારોએ આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી જમા કરાવવાની રહેશે

Share

 

ભરૂચ.

Advertisement

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા સંચાલિત કલા મહાકુંભ 2026-27 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુકો તા. 10 જુલાઈથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતેથી મેળવી શકાશે.

અરજદારે ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી નિયત સમયમર્યાદામાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે. અરજી સાથે બેંક પાસબુકની નકલ અને આધારકાર્ડની નકલ ફરજિયાત જોડવાની રહેશે.

અધૂરી માહિતી ધરાવતા ફોર્મ તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. કલા મહાકુંભ અંગે વધુ માહિતી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભરૂચની યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

ભરૂચનાં પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદનો આરોપી મોરબીથી ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!