Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GIDCમાં કેતુલ કેમિકલ્સ કંપની બની આગનો ગોળો, વિકરાળ જ્વાળાઓથી ઔદ્યોગિક વિસ્તારમાં હડકંપ : નવી પ્રોડક્ટના ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટમાં ભડકો; સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ, 10 કામદારોનો ચમત્કારિક બચાવ

Share

 

ભરૂચ:

Advertisement

દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઊઠતાં કંપની પરિસર જાણે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિકરાળ જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ટ્રાયલ ચાલી રહ્યો હતો, ત્યારે સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જ્વલનશીલ સોલ્વન્ટના કારણે આગે ગણતરીની ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ત્રણ ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પાણી અને ફોમનો સતત મારો ચલાવી ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

આગ સમયે કંપનીમાં આશરે 10 કામદારો હાજર હતા. સદનસીબે તમામ કામદારો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ ઘટનાએ કંપનીમાં ફાયર સેફ્ટી, જોખમી કેમિકલના સંચાલન અને ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન અપનાવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જો કામદારોને બહાર નીકળવામાં થોડો પણ વિલંબ થયો હોત તો આ આગ મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં ફેરવાઈ શકતી હતી. હવે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. તપાસમાં આગ પાછળનું ચોક્કસ કારણ તેમજ સુરક્ષા નિયમોમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે બહાર આવશે.


Share

Related posts

ભરૂચના સીટી સેન્ટર સામેથી રૂપિયા 11 લાખથી વધુનો પ્રતિબંધિત દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*

ProudOfGujarat

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

ભાવનગર બોટાદ જિલ્લાની નવ બેઠકો પર ૧૧ કોળી સમાજના ઉમેદવારો મેદાનમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!