Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે અંકલેશ્વર જીઈબી કચેરી ખાતે ઢસી જઇ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું………

Share

આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ જી ઈ બી કચરી ની ઓફીસ ખાતે હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ ઢસી આવી જી ઈ બી ના મુખ્ય પ્રવેશદ્વાર ને બંધ કરી જી ઈ બી ના કર્મીઓનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું………..
યુવાનો એ જી ઈ બી ના તંત્ર ઉપર આક્ષેપ કર્યા હતા કે હાંસોટ તાલુકા ના કઠોદ્રા અને આજુબાજુ ના ગામો માં પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે….જે બાબત ને લઈ અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ કઠોદ્રા ગામ ના રહીશો એ અંકલેશ્વર ખાતે આવેલ જી ઈ બી કચેરી ખાતે ઢસી જઈ કચેરી ના મુખ્ય પ્રવેશ દ્વાર ને બંધ કરી અધિકારીઓનો ઉધડો લીધો હતો …અને તેઓના ગામ માં વીજ પુરવઠો ન પૂરતો ન મળવાના કારણે થતી હાલાકીઓ અંગે જણાવ્યું હતું…….
 

Share

Related posts

ભરૂચના આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલ માં પીવાના પાણીના બગાડ અંગે જીલ્લા સમાહર્તાને નોટીસ આપતા ખળખળાટ મચ્યો છે

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં કોરોના પોઝીટીવનાં લક્ષણો જાણતા હડકંપ.

ProudOfGujarat

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધાના ખસ્તા હાલ : સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!