Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઉભેલી ટ્રકમાં કન્ટેનર ઘૂસ્યું, ચાલકનું સારવાર દરમિયાન મોત :  ડીઝલ પાઇપ ફાટતાં ટ્રક ઇમરજન્સી લેનમાં પાર્ક કરાઈ હતી; મિકેનિકની રાહ જોતા સર્જાયો અકસ્માત

Share

 

ભરૂચ:

Advertisement

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચ જિલ્લાના દયાદરા ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી આઈશર કન્ટેનર ધડાકાભેર અથડાતાં કન્ટેનર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી અને ટ્રક ડ્રાઇવર ઈસ્માઈલ તારમહમદ હિંગોરા તેમના ક્લિનર ફિરોજ હિંગોરા સાથે વિશાખાપટ્ટનમથી કોલસો ભરી પોરબંદરની બિરલા કોપર કંપની તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન દયાદરા ગામ નજીક તેમની ટ્રકની ડીઝલ પાઇપ ફાટી જતાં ટ્રકને અન્ય વાહનોને અડચણ ન થાય તે રીતે એક્સપ્રેસ-વેની ઇમરજન્સી લેનમાં ઉભી રાખી હતી. સલામતીના ભાગરૂપે પ્લાસ્ટિકના બેરિકેડ મૂકી હાઈવે હેલ્પલાઈન પર સંપર્ક કરી મિકેનિકને બોલાવવામાં આવ્યો હતો.

મિકેનિકની રાહ જોતા હતા ત્યારે સાંજના સમયે પાછળથી આવતું એક આઈશર કન્ટેનર ટ્રકના પાછળના ભાગે જોરદાર અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કન્ટેનર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત કન્ટેનર ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગે સંબંધિત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર ખાતે શ્રદ્ધાભેર મહા શિવરાત્રી ની થયેલ ઉજવણી

ProudOfGujarat

ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉમંગ ભેર ઉજવણી

ProudOfGujarat

કેમિકલ ચોરી કરતી ગેંગને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી, કરોડોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!