Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષિકાના ગળામાંથી ₹2.62 લાખની સોનાની ચેઇન આંચકી બે ગઠિયા ફરાર : ભરૂચના ઝાડેશ્વર રોડ પર વૈકુંઠ બંગલોઝમાં ઘટના; સરનામું પૂછવાના બહાને ગુનો આચર્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા વૈકુંઠ બંગલોઝમાં રહેતી એક શિક્ષિકાના ગળામાંથી બે અજાણ્યા શખ્સોએ સરનામું પૂછવાના બહાને અંદાજે ₹2.62 લાખની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ જતાં શહેરમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વૈકુંઠ બંગલોઝ ખાતે રહેતાં રાજશ્રીબેન મનીષભાઈ સોલંકી, ઝાડેશ્વર સ્થિત કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગઈ સાંજે તેઓ જ્યુપિટર મોપેડ પર તુલસીધામ શાક માર્કેટથી ખરીદી કરીને ઘરે પરત ફર્યા હતા.

તેઓ ઘરનાં આંગણામાં મોપેડ પાર્ક કરી રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની હોન્ડા CB Shine બાઈક પર આવેલા બે યુવકો તેમના ઘરથી થોડે દૂર ઉભા રહ્યા હતા. ત્યારબાદ એક શખ્સ તેમની પાસે આવી “વજુભાઈ વાળાનું ઘર ક્યાં આવેલું છે?” તેમ પૂછ્યું હતું.

શિક્ષિકાએ સોસાયટીમાં આ નામની કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું જણાવતાં જ શખ્સે તેમના ગળામાંથી બે તોલાની અંદાજે ₹2.62 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પોતાના સાથી સાથે બાઈક પર બેસી હરિહર કોમ્પ્લેક્સ તરફથી તુલસીધામ સોસાયટી તરફ ફરાર થઈ ગયો.

શિક્ષિકાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ગઠિયાઓને પકડવા દોડી આવ્યા હતા, પરંતુ બંને શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

બનાવ અંગે રાજશ્રીબેને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડીથી ટ્રાવેલ્સ એજન્સીના પાર્કિંગ સુધીના રોડ પર બન્ને તરફ અવર-જવરની મુક્તિ અપાઈ

ProudOfGujarat

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!