Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકામાં વિકાસકામોને લઈ ઘમાસાણ: વોર્ડ-11ના પ્રશ્નો મુદ્દે વિપક્ષનું ધરણું : અધૂરા રસ્તા, ડ્રેનેજ અને પેવર બ્લોકના કામોને લઈ રજૂઆત; પોલીસ બોલાવવાની ધમકીના આક્ષેપ, પ્રમુખે ફગાવ્યા

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-11માં અધૂરા પડેલા વિકાસકામોને લઈને બુધવારે પાલિકા કચેરીમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર રકઝક સર્જાઈ હતી. રજૂઆત કરવા પહોંચેલા વિપક્ષના આગેવાનો અને સ્થાનિકોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ધરણું ધરી નારેબાજી કરી હતી.

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-11માં પેવર બ્લોક, ડ્રેનેજ લાઈન અને રસ્તાના કામો લાંબા સમયથી અધૂરા હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં સાંકડા રસ્તાઓ અને અધૂરા કામોને કારણે લોકોની મુશ્કેલીઓ વધી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ પ્રશ્નોને લઈને વિપક્ષના આગેવાનો સ્થાનિક રહેવાસીઓ સાથે રેલી સ્વરૂપે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે ચર્ચા દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

વિપક્ષના આગેવાનોનો આક્ષેપ છે કે, લોકપ્રશ્નોની રજૂઆત સાંભળવાને બદલે પાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. આક્ષેપના વિરોધમાં વિપક્ષના સભ્યોએ પ્રમુખની ચેમ્બરમાં જ ધરણું ધરી વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. આ કામગીરીના ભાગરૂપે પેવર બ્લોક હટાવવામાં આવ્યા છે અને તમામ વિકાસકામો આયોજન મુજબ ચાલી રહ્યા છે.

પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વોર્ડના તમામ અધૂરા પ્રશ્નોનું નિરાકરણ લાવવા પાલિકા સતત પ્રયાસ કરી રહી છે.


Share

Related posts

સુરતમાં અઠવાગેટ વિસ્તારનાં વિમાનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવાયું હતું અને તેના ઉપર કોરોના વાઇરસની તકેદારીના સૂચનો લખવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચના દરિયાકાંઠાની સુરક્ષા સઘન કરવામાં આવી…

ProudOfGujarat

વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે સંપાદિત જમીનના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું રણસીંગુ ફુક્યું.જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!