Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ, દાનપેટીમાંથી પરચૂરણ લઈ તસ્કર ફરાર : તસ્કરના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયાં, પોલીસે તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ શહેરમાં સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલાં અંબિકા માતાના મંદિરમાં રાત્રીના સમયે એક તસ્કરે ચોરી પ્રયાસ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, તસ્કર માત્ર દાન પેટી જ તોડી શકતાં તેમાંથી માત્ર ચિલ્લરની ચોરી કરી તે રફુચક્કર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસે વાઘરલ વિડીયોના આધાર ગઠિયાને શોધવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

ભરૂચ શહેરમાં મંદિરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. અગાઉ જૈન દેરાસર સહિતના મંદિરોમાં ચોરી થઈ હોવાના બનાવો બન્યાં છે. દરમીયાનમાં શહેરના સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલાં અંબિકા માતાના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરે હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાત્રીના સમયે એક તસ્કર મંદિરના પાછળના જાળીવાળા દરવાજાથી મંદિરમાં પ્રવેશી ત્યાં મુકેલી દાનપેટી મોટી રકમની આશામાં તોડે છે. જોકે, તેમાં માત્ર પરચૂરણ નિકળતાં તે તે રૂપિયા લઈને ત્યાંથી રફુચકક્કર થઈ જાય છે તેમ સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું. બનાવની જાણ મંદિર સંચાલકોને થતાં તેમણે પોલીસને ઘટનાથી વાકેફ કર્યા હતાં. પોલીસે પણ વાયરલ વિડીયાના આધારે આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સી. એ બ્રાન્ચ દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ : માંડવી આમખુટા રાત્રી રોકાણ બસ ફરી ચાલુ કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!