Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકામાં ચેરમેનના પતિ અધિકારીઓને સૂચના આપતા હોવાનો વીડિયો વાયરલ  : મહિલા સશક્તિકરણ હેઠળ મહિલાઓને પદ મળ્યું, પરંતુ કામગીરી પતિઓ કરતા હોવાના આક્ષેપો વચ્ચે પાલિકાના વહીવટ પર સવાલો

Share

 

ભરૂચ: ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રમુખ સહિત વિવિધ વિભાગોના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી મહિલાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જોકે, કેટલાક મહિલા ચેરમેનોના પતિઓ પાલિકાની કામગીરીમાં દખલ કરી અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપતા હોવાના આક્ષેપો હવે ચર્ચામાં આવ્યા છે.

Advertisement

આ મામલે ભરૂચ પાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન જીગીયા પટેલની કેબિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચેરમેનના પતિ પિયુષ પટેલ કર્મચારીઓને સૂચના આપતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પાલિકામાં મહિલા ચેરમેનોની ભૂમિકા અને તેમના પતિઓની કથિત દખલગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, જો ચૂંટાયેલી મહિલા ચેરમેનની જગ્યાએ તેમના પતિઓ જ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપતા હોય તો મહિલા સશક્તિકરણનો હેતુ કેટલો સિદ્ધ થાય છે તે વિચારવાનો વિષય છે. કેટલાક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હોવાના દાવા સાથે ચર્ચા છે કે, અધિકારી-કર્મચારીઓ માટે કોની સૂચનાનું પાલન કરવું તે અંગે દ્વિધાની સ્થિતિ સર્જાય છે.

બીજી તરફ ભરૂચ શહેરમાં ઉભરાતી ગટરો, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને લઈને પણ સેનેટરી વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વોર્ડ નં. 2ના નગરસેવક સમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે, પશ્ચિમ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ફોગિંગ માટે અનેકવાર રજૂઆતો છતાં કર્મચારીઓની અછત હોવાનું જણાવવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, સેનેટરી વિભાગનો વહીવટ કથળ્યો છે અને કામગીરી ન કરી શકાતી હોય તો નૈતિક જવાબદારી સ્વીકારી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.


Share

Related posts

ભરૂચનું ગૌરવ : ખુશી ચુડાસમા રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!