Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતાં ચાર ઝડપાયા, ₹22 હજારનો મુદ્દામાલ જપ્ત :  વેજલપુર ગામડિયાવાડમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફિલ જામી હતી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા ચાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં આવેલા વાડામાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગારની મહેફિલમાં નાસભાગ મચી હતી. જોકે, પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

ઝડપાયેલા શખ્સોની ઓળખ શૈલેષ નટવર વસાવા, અક્ષય છના પરમાર, તુષાર વિજય મિસ્ત્રી અને પ્રતિક ભાબુ વસાવા તરીકે થઈ હતી.

પોલીસે ચારેયની અંગઝડતી તેમજ જુગારના દાવ પરથી મળી આવેલા રૂ.11 હજાર રોકડા અને અંદાજે રૂ.10 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.22 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : ઉમલ્લા નજીકના ધોલેખામ ગામે ચુંટણીની અદાવતે મારામારીના બે બનાવ બન્યા.

ProudOfGujarat

નબીપુર પોલીસ મથકમાં સોના ચાંદીના વેપારીઓ સાથે સુરક્ષા અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!