Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કોલસાની ટ્રકમાં ભીષણ આગ : કારેલા નજીક ટ્રક સળગીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ; LPG ટેન્કર બાદ સતત બીજા દિવસે અકસ્માતથી ટ્રાફિકજામ

Share

 

ભરૂચ :

Advertisement

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચથી વડોદરા તરફ જતી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. કારેલા ગામ નજીક વડોદરાની હદ પાસે હજીરાથી પાદરા તરફ જઈ રહેલી કોલસા ભરેલી ટ્રકમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ટ્રક ચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, ટ્રક એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. કોલસાના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાતાં ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી કામગીરી બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં વિકરાળ આગમાં ટ્રકનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો.

ખાસ વાત એ છે કે મંગળવારે જ વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર LPG ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાના બીજા જ દિવસે કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગતાં એક્સપ્રેસ-વે પર સતત બીજા દિવસે મોટી ઘટના સર્જાઈ હતી. બે દિવસમાં બનેલી બે ઘટનાઓને પગલે હાઈવે પર વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રકમાં આગની ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટી તેમજ કરજણ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટ્રાફિકને વ્યવસ્થિત કરવા તેમજ વાહનવ્યવહાર સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી તપાસ બાદ સામે આવશે.


Share

Related posts

વડોદરાની એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ તૈયાર કર્યા.

ProudOfGujarat

રાજ્ય માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓ પર થતા બળાત્કાર ની ઘટનાઓ મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો…

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!