Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

CRPFના મેજર મુનેશભાઈ ગામીત 22 વર્ષની દેશસેવા બાદ નિવૃત્ત : વાંકલથી આમખુટા સુધી ડીજેના તાલે ભવ્ય સન્માન રેલી, દેશના વીર જવાનને ગ્રામજનોનો ગૌરવભેર આવકાર

Share

 

વાંકલ:

Advertisement

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં 22 વર્ષ સુધી અદમ્ય સાહસ, નિષ્ઠા અને અનુશાસન સાથે દેશની સુરક્ષાની જવાબદારી નિભાવનાર મેજર ગામીત મુનેશભાઈ ગૌરવપૂર્ણ સેવા બાદ નિવૃત્ત થતાં સમગ્ર વિસ્તારમાં હર્ષ અને ગર્વની લાગણી પ્રસરી હતી. દેશના વિવિધ દુર્ગમ અને પડકારજનક વિસ્તારોમાં ફરજ બજાવી તેમણે ‘સેવા અને નિષ્ઠા’ના ધ્યેયને સાકાર કર્યું હતું.

મેજર મુનેશભાઈ ગામીતની 22 વર્ષની સેવા યાત્રામાં 205 કોબ્રા (CoBRA) બટાલિયનની ‘ઈ’ કંપનીમાં વિતાવેલા પાંચ વર્ષ વિશેષ શૌર્યપૂર્ણ રહ્યા હતા. ઘનઘોર જંગલો અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જોખમી તથા પડકારજનક અભિયાનો દરમિયાન તેમણે સાથી જવાનોનું નેતૃત્વ કર્યું હતું. કપરા સંજોગોમાં પણ ફરજ પ્રત્યે અડગ રહી તેમણે સાથી જવાનો માટે મજબૂત આધાર બની કામગીરી કરી હતી.

તેમની ગૌરવપૂર્ણ સેવાની પૂર્ણાહુતિ નિમિત્તે વાંકલ ખાતે વિશેષ નાગરિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વાંકલથી તેમના માતૃગામ આમખુટા સુધી ડીજેના તાલે ભવ્ય સન્માન રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્નેહીજનો અને વડીલો જોડાયા હતા.

દેશની સેવા પૂર્ણ કરી વતન પરત ફરેલા વીર જવાનનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે અને ભારે ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન દેશભક્તિના નારા અને સન્માનની લાગણીથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મેજર મુનેશભાઈ ગામીતની 22 વર્ષની દેશસેવાને બિરદાવતા ગ્રામજનોએ તેમના પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં વર્ષો સુધી ફરજ બજાવી વતન પરત ફરેલા જવાનનું આ સન્માન સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું.


Share

Related posts

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંકની સમજૂતી માટે શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!