Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘રસ્તામાં બસ કેમ ઉભી રાખી?’ કહી યુવાનને બસમાંથી નીચે ઉતારી માર માર્યો :  દહેજ નજીક જોલવા ગેટ નં. 1 પાસે બે શખ્સોનો ડ્રાઈવર પર હુમલો; ફેટ પકડી તમાચા માર્યા, દહેજ પોલીસમાં ફરિયાદ

Share

 

ભરૂચ:

Advertisement

દહેજ નજીક જોલવા ગામના ગેટ નં.1 પાસે રસ્તા પર બસ ઉભી રાખવાના મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે શખ્સોએ બસ ડ્રાઈવર સાથે તકરાર કરી તેને બસમાંથી નીચે ઉતારી માર મારતાં ઈજાગ્રસ્ત યુવાને દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વાગરા તાલુકાના કડોદરા ગામના ગરાસિયા ફળિયામાં રહેતા કિરણ ઉદયસિંહ ગોહિલ છેલ્લા બે વર્ષથી ચિરાગ બાધર ગોહિલની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરે તેઓ જોલવા ગામેથી ઓપેલ કંપનીના બી.એલ. અરોરાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને બસમાં બેસાડી પરત આવી રહ્યા હતા.

જોલવા ગામના ગેટ નં.1 પાસે બસ સાઈડમાં ઉભી રાખી કર્મચારીઓને ઉતારી રહ્યા હતા. આ દરમિયાન જોલવા ગામનો ઐયાઝ નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને ‘બસ રસ્તામાં કેમ ઉભી રાખી છે?’ કહી કિરણ સાથે તકરાર કરવા લાગ્યો હતો.

કિરણ ગોહિલે કર્મચારીઓ ઉતરી જાય એટલે બસ હટાવી દેવાનું કહેતાં ઐયાઝ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. કિરણએ અપશબ્દો ન બોલવા કહેતાં ઐયાઝે તેની ફેટ પકડી બસમાંથી નીચે ઉતારી તમાચા ઝીંક્યા હતા.

દરમિયાન સમીર નામના અન્ય શખ્સે પણ ઐયાઝનું ઉપરાણું લઈ કિરણને માર માર્યો હતો. હુમલામાં ઈજા થતાં કિરણ ગોહિલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ગુવાહાટીના કામાખ્યા મંદિરે પહોંચી, પૂજા કરી અને માતાના આશીર્વાદ લીધા

ProudOfGujarat

ડેડીયાપાડા-સાગબારા ખાતે આપ પાર્ટી દ્વારા 4 નવેમ્બરના રોજ જન સંવેદના કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!