Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરવાનગી વિના ધાર્મિક સરઘસ કાઢતાં દેવીપૂજક સમાજના આયોજક સામે ગુનો : જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી 40થી 45 લોકો સાથે સરઘસ કાઢ્યું; બી ડિવિઝન પોલીસે આયોજક સામે ફરિયાદ નોંધી

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરમાં છડીનોમના તહેવારને લઈ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પરવાનગી વિના ધાર્મિક સરઘસ કાઢવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. મહંમદપુરા સર્કલથી બંબાખાના સર્કલ તરફ નીકળેલા સરઘસમાં 40થી 45 લોકો જોડાયા હોવાનું જણાતા બી ડિવિઝન પોલીસે આયોજકની પૂછપરછ કરી હતી. પરવાનગી ન લીધી હોવાનું સામે આવતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બંબાખાના સર્કલ નજીક જાહેર માર્ગ પર દેવીપૂજક સમાજના લોકો સરઘસ સ્વરૂપે જતા નજરે પડ્યા હતા. પોલીસે તેમને અટકાવી સરઘસ કાઢવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે કેમ તેની પૂછપરછ કરી હતી.

આ દરમિયાન સમાજના આયોજક શૈલેષ નાગજી દેવીપૂજકની પૂછપરછ કરતાં તેમણે સરઘસ માટે કોઈ પરવાનગી મેળવી ન હોવાનું કબૂલ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે દેવીપૂજક સમાજ દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સરઘસ કાઢવામાં આવે છે અને આ વર્ષે પણ લીમડી ચોકથી બંબાખાના ખાતેના ઈદગાહ મેદાન સુધી સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જરૂરી પરવાનગી વિના સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આયોજક દ્વારા મંજૂરી મેળવ્યા વિના સરઘસ કાઢવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આથી ભરૂચ બી ડિવિઝન પોલીસે શૈલેષ નાગજી દેવીપૂજક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાના મામલે, ભરૂચ જિલ્લા કોંગ્રેસની પોલીસ અધિક્ષકને જવાબદારો સામે ગુનો નોંધવા કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!