Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

Share

આગામી તરીખ 12 મી ના રોજ સમગ્ર ગુજરાતમાં ભગવાન જ્ગન્નાથની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે જેમાં મુખ્ય શહેર અમદાવાદમા યાત્રાને લઈને સરકાર દ્વારા મંજૂરી આપ્યા પહેલાથી જ પૂરજોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઇનના કેટલાક નિયમો અને પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા યોજનારી છે.

ભરૂચ જીલ્લામા પણ દર વર્ષે 4 અલગ અલગ જ્ગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની યાત્રા યોજાતી હોય છે અને આ વર્ષે વધુ એક જ્ગ્યા પરથી રથયાત્રા નીકળવાની હતી, પરંતુ ભરૂચ જિલ્લાના પાંચેય જગ્યાના તમામ આયોજકોએ કોરોના મહામારીની બીજી લહેરને જોયા બાદ ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તે માટે સ્વૈછિક સર્વ સંમતિથી યાત્રા નહી કાઢી અને મંદિરના પરિસરમાં જ યાત્રા ફેરવીને રથયાત્ર સંપન્ન કરવાણી લેખિત બાંહેધરી આપી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં સતત બીજા વર્ષે કોરોના કાળની સ્થિતિને ધ્યાને લઇ ભગવાન જગન્નાથની નગરયાત્રાને પરવાનગી અપાઈ નથી. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આ વખતે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 5 રથયાત્રા કાઢવા પરવાનગી મંગાઈ હતી.

Advertisement

જેમાં શહેરના ફુરજા બંદરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી રથયાત્રા સાથે ઉડીયા સમાજ અને ઇસ્કોન દ્વારા, અંકલેશ્વર અને આમોદમાંથી મંજૂરી મંગાઈ હતી. હાલની સ્થિતિને ધ્યાને લઇ ભરૂચ શહેરની 3, અંકલેશ્વર અને આમોદની 1-1 રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવા પરવાનગી આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે વિચાર વિમક્ષ કરીને ભક્તિ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંદિર પરિસરમાં આવીને દર્શનનો લાભ લઈ શકે તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા.

રિધ્ધિ પંચાલ , ભરુચ .


Share

Related posts

સાઉથ આફ્રિકાથી ભરૂચના બહાદુર બુરજના મકાનની માંગણી રૂ.1 કરોડમાં કરાઈ…. જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર સબ પોસ્ટ ઓફિસનાં પોસ્ટમેન વયમર્યાદાને કારણે નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચનાં નવચોકી વિસ્તારમાં ઉભરાતી ગટરની કામગીરી કરવા રહીશોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!