Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના જીતાલીમાંથી રૂ.2.61 લાખના ‘કેશવ મુનક્કા’ સાથે એક ઝડપાયો :  SOGનો યોગી એસ્ટેટમાં દરોડો; 5.160 કિલો નશાકારક ગોળીઓ અને મોબાઈલ જપ્ત, જથ્થો આપનાર શ્રવણકુમાર વોન્ટેડ.

Share

 

અંકલેશ્વર: ભરૂચ SOGએ અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી નશાકારક પદાર્થના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. યોગી એસ્ટેટના પ્લોટ નં.82માંથી પોલીસે રૂ.2.56 લાખની કિંમતનો 5 કિલો 160 ગ્રામ ‘કેશવ મુનક્કા’નો જથ્થો તથા મોબાઈલ મળી કુલ રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

SOGના PSI એમ.કે. ગઢવીની ટીમે 7 ઓક્ટોબરે બપોરે યોગી એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન પ્રદિપ મહાવીર નિષાદ (રહે. યોગી એસ્ટેટ, જીતાલી, મૂળ ઉત્તરપ્રદેશ) નશાકારક પદાર્થનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે સ્થળ પરથી સફેદ મીણિયા થેલીમાં ભરેલો 5.160 કિલો ‘કેશવ મુનક્કા’નો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ રૂ.2,61,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં પ્રદિપ આ જથ્થો શ્રવણકુમાર નામના મારવાડી શખ્સ પાસેથી મંગાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે શ્રવણકુમારને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે NDPS એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ના મુમતાઝ પાર્ક ખાતે રહેણાંક વિસ્તાર માં ઉભા કરાયેલ મોબાઈલ ટાવર નો વિરોધ સામે આવ્યો છે. મંજૂરી રદ કરવા સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી….

ProudOfGujarat

વડોદરા : ગંધારા સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન બોર્ડ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઇ.

ProudOfGujarat

મહિસાગર LCBએ રાજ્યમાં ચોરી કરતી ગેંગના ચાર ધાડપાડુ ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!