Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બેંક ઓફ બરોડાના ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી રૂા. ૧ લાખ ઉપાડી લેવાની ઠગાઈનો પર્દાફાશ : વાયરમેન દિનેશભાઈ પ્રજાપતિના ખાતામાં જમા કરાવવા નાખેલો રૂા. ૧ લાખનો ચેક અજાણ્યા ઇસમે મેળવી રોકડા ઉપાડી લીધા : બેંક મેનેજરે ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી કરી છેતરપિંડી થઈ હોવાનું જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ

Share

ભરૂચ:

ભરૂચ શહેરમાં બેંકની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. તુલસીધામ શાકમાર્કેટ પાસે રંગકૃપા સોસાયટીમાં રહેતા અને વાયરમેન તરીકે કામ કરતા દિનેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સાથે બેંકના ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી થઈ હોવાની તેમજ રૂા. ૧ લાખની ઠગાઈ થયાની ચોંકાવનારી ઘટના બની છે.

Advertisement

ફરિયાદી દિનેશભાઈ પ્રજાપતિ છેલ્લા ૨૦ વર્ષથી ભરૂચ શહેરમાં ઇલેક્ટ્રિકનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે સપ્ટેમ્બર-૨૦૨૬માં કોન્ટ્રાક્ટર કરણભાઈ કનુભાઈ માળી સાથે અયોધ્યાનગર સોસાયટી તથા ચાવજ ગામ ખાતે નવા બનેલા મકાનોમાં લાઈટ ફીટિંગ અને વાયરિંગનું કામ રાખ્યું હતું. આ કામ પૂરું થતાં કોન્ટ્રાક્ટર કરણભાઈ માળીએ તા. ૨૬/૦૮/૨૦૨૬ના રોજ બેંક ઓફ બરોડાના સેવાદ્રમ રોડ, ભરૂચ શાખાના ખાતામાંથી રૂા. ૧,૦૦,૦૦૦/- નો ચેક દિનેશભાઈના નામનો લખી આપ્યો હતો.

દિનેશભાઈએ તા. ૩૦/૦૮/૨૦૨૬ના રોજ આ ચેક વટાવવા માટે બેંક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા ખાતેના પોતાના ખાતામાં જમા કરાવવા માટે ડ્રોપ બોક્સમાં જમા પાવતી સાથે નાખ્યો હતો. પરંતુ ત્રણ દિવસ પછી પણ ખાતામાં નાણાં જમા નહીં થતાં તેમણે કોન્ટ્રાક્ટર કરણભાઈને પૂછપરછ કરી હતી. જેમાં કરણભાઈએ જણાવ્યું હતું કે તેમના ખાતામાંથી તા. ૩૦/૦૮/૨૦૨૬ના રોજ રોકડા રૂા. ૧,૦૦,૦૦૦/- ઉપડી ગયા છે.

આ અંગે દિનેશભાઈએ બેંકમાં જઈને તપાસ કરતા બેંક મેનેજરે જણાવ્યું હતું કે, ડ્રોપ બોક્સમાં નાખેલો ચેક કોઈ અજાણ્યા ઇસમે મેળવી લઈ તા. ૩૦/૦૮/૨૦૨૬ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે બેંક ઓફ બરોડા મેઇન બ્રાન્ચમાંથી તે ચેક દ્વારા રોકડા રૂા. ૧,૦૦,૦૦૦/- ઉપાડી લીધા છે અને બેંક સાથે પણ છેતરપિંડી આચરી છે. આ અંગે ભોગ બનનાર વાયરમેન દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

કતપોર બજારમાં તસ્કરોનો તરખાટ, અનેક દુકાનોમાં હાથફેરો : કાચ તોડી અને પતરા કાપીને દુકાનોમાં ઘૂસ્યા તસ્કરો, CCTVના આધારે B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ProudOfGujarat

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની બેભાન, સારવાર બાદ ફરી પરીક્ષા આપી વર્ષ બગડતું અટક્યું

ProudOfGujarat

બારડોલીની બાલદા પ્રાથમિક શાળામાં વિશ્વજીત ભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!