Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નશાના કાળા કારોબાર પર પોલીસની લાલ આંખ: 96.82 ગ્રામ અફીણ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો : જંબુસર બાયપાસના મહંમદી કોમ્પ્લેક્સમાં SOGની રેડ, રૂ. 58,410નો મુદ્દામાલ કબજે; રાજસ્થાનનો ‘સોનુ’ વોન્ટેડ

Share

 

ભરૂચ:

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ભરૂચ પોલીસ નશાના કારોબાર સામે એક્શન મોડમાં આવી છે. ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ની ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મહંમદી કોમ્પ્લેક્સમાં દરોડો પાડી 96.82 ગ્રામ અફીણ સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 58,410નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ‘સોનુ’ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને બાતમી મળી હતી કે જંબુસર બાયપાસ સ્થિત મહંમદી કોમ્પ્લેક્સમાં રજવાડી ચાની ઉપર આવેલી ભાડાની દુકાનમાં રહેતો નરેશ તાજેંગ પાટીદાર અફીણનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દરોડો પાડતાં નરેશ તાજેંગ પાટીદાર (ઉં.વ. 37, મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન) પાસેથી 96.82 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે અફીણની કિંમત રૂ. 48,410 અને મોબાઇલ ફોનની કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 58,410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવેલી વિગતો મુજબ, આરોપીએ ત્રણ દિવસ પહેલાં રાજસ્થાનના ‘સોનુ’ નામના શખ્સ પાસેથી અફીણનો જથ્થો મેળવ્યો હતો. આરોપી આ જથ્થો પોતાના કબજામાં રાખતો હોવાનું પોલીસનું કહેવું છે. જોકે, અફીણના જથ્થાનો સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 18(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજસ્થાનના ‘સોનુ’ નામના શખ્સની ઓળખ અને ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં SOGના PI એ.વી. પાણમીયા તથા ANWના PI કે.એલ. પટણીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની આ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંડોવાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

ProudOfGujarat

કુવાદર ગામે જાહેરમાં જુગાર રમતી ટોળકી પર નબીપુર પોલીસનો દરોડો, 9 જુગારી ઝડપાયા : ₹2,880 રોકડા, 7 મોબાઇલ સહિત ₹36 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત; જાહેરમાં જુગાર રમતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી

ProudOfGujarat

ऋतिक रोशन ने गुड़गांव में अपनी प्रेरणादायक एचआरएक्स वीडियो का किया प्रचार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!