Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાની લાલઆંખ: વોર્ડ નં. ૧૦ ના ફાટાતળાવ વિસ્તારમાં રૂા. ૫૦ હજારથી વધુ બાકી વેરાવાળી બે મિલકતો સીલ કરાઈ : ૨૦૨૬-૨૭ના ચાલુ વર્ષના મિલકતવેરાના બિલની વહેંચણી અને કડક વસુલાત ઝુંબેશનો પ્રારંભ : વોરંટ બજવણી દરમિયાન રૂા. ૨ લાખથી વધુની રોકડ રિકવરી સ્થળ પરથી જ કરાઈ

Share

 

ભરૂચ:
ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં વર્ષ ૨૦૨૬-૨૭ના ચાલુ વર્ષના મિલકતવેરાના બિલોની વહેંચણીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. મિલકતવેરાની બાકી રકમ વસૂલવા માટે પાલિકા તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ વોર્ડ નં. ૧૦ ના ફાટાતળાવ વિસ્તારમાં સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પાલિકાની ટીમ દ્વારા ફાટાતળાવ વિસ્તારમાં બાકી વેરા સામે કડક કાર્યવાહી કરતા છેલ્લા ૫ વર્ષથી રૂા. ૫૦,૦૦૦/- થી વધુની માતબર રકમનો વેરો ભરપાઈ ન કરનાર બે મિલકતો પર સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય મિલકતધારકોને વોરંટ બજવણી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન તંત્રની કડકાઈના પગલે સ્થળ પરથી જ રૂા. ૨ લાખ કરતાં વધુની વેરાની રકમની રીકવરી કરવામાં આવી હતી.

નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી વેરો ન ભરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, અને પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ બાકીદારો સામે આ પ્રકારે જ સખત પગલાં લેવામાં આવશે.


Share

Related posts

સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…

ProudOfGujarat

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ : સમસ્યા સામે તંત્ર દ્વારા યોગ્ય પ્લાન તૈયાર કરવો જરૂરી.

ProudOfGujarat

ગણેશ સુગર વટારીયામાં ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત કરવા સંદીપ માંગરોલાની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!