ભરૂચ:
નેપાળમાં યોજાયેલી WRPF World Cup Powerlifting Championship 2026માં ભરૂચની RS Fitness Powerlifting Teamના ખેલાડીઓએ કુલ 17 મેડલ જીતીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં RS Fitnessના ચાર ખેલાડીઓ — યામિની સોલંકી, આદિત્ય શુક્લા, સારંગ વાઘમોડે અને અમૃત નિરુખે — એ ભાગ લઈને પોતાની મહેનત, શિસ્ત અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ખેલાડીઓએ પાવરલિફ્ટિંગની મુખ્ય સ્પર્ધાઓ સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સફળતા હાંસલ કરી હતી.
આ ટીમને કોચ હર્ષિલ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેલાડીઓની સતત મહેનત, નિયમિત તાલીમ, કોચનું માર્ગદર્શન અને ટીમવર્ક આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ રહ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય મંચ પર 17 મેડલની આ સિદ્ધિથી RS Fitness, ભરૂચ અને સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. આ સફળતા અન્ય યુવા ખેલાડીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે.
આ પ્રસંગે Gujarat Sports Powerlifting Association, WRPF India સાથે સંકળાયેલી સંસ્થાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાતના પ્રમુખ શ્રી ફૈઝાન પટેલ અને ભારત તથા એશિયાના પ્રમુખ શ્રી સુનીલ લોચબ સાહેબનો તેમના માર્ગદર્શન, સહયોગ અને વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
કોચ હર્ષિલ પટેલે જણાવ્યું કે આ સફળતા ખેલાડીઓની મહેનત, શિસ્ત, સમર્પણ અને ટીમવર્કનું પરિણામ છે. તેમણે તમામ ખેલાડીઓ, તેમના પરિવારજનો અને સહયોગીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
